મેં ત્યારે કેદારને ફૉન કર્યો હતો. જ્યારે જ્યારે પણ હું આત્મજાને લઈને હેરાન થતો મારી પાસે ફરિયાદ કરવા માટે એક કેદાર જ હતો. એને લીધે જ આ સ્ત્રી મને ભટકાઈ હતી. એણે જ મને આત્મજા સારી છોકરી છે, તને ખૂબ પ્રેમ આપશે વગેરે જેવી મોં માથા વગરની વાતો કરી ભોળવ્યો હતો. કેદાર સાથે વાત કરવાનું બીજું એક કારણ એ પણ હતું કે એની આગળ હું મારી અસફળતા કહી શકતો હતો. જે મિત્રો મારી સાથે દારુ પીતા એ બધા એમની રાતોની રંગીન વાતો કરતા ત્યારે હું ચૂપ થઈ જતો. સાલું મારી પાસે એમને કહેવા જેવું કશું જ નહતું. મને ખબર