આત્મજા મૃત્યું પામી હતી. કેદારે જ એની હત્યા કરી હતી અને હું આ બધી બાબતે સાવ નિર્દોષ હતો. હકીકત જે હતી એ હતી પણ હવે દુનિયા આગળ મારે આ જ કહેવાનું હતું અને મેં એ જ કહ્યું. મારી અને આત્મજાના માબાપની વિનંતી ધ્યાનમાં લઈ એના શરીરને ચિરફાડથી બચાવી લેવામાં આવેલું. આમેય ગુનેગાર હાજર હતો અને આત્મજાનાં શરીર પર બીજી કોઈ ઈજાના નિશાન ન હતાં, અમારા દાંપત્યજીવન વિશે કશી ફરિયાદ ન હતી એટલે એમને મન આ કેસ પૂરો થઈ જતો હતો. ****** કેદારે એની જાતે એનો