નિલક્રિષ્ના - ભાગ 44

લાલિમાભરેલી કોમળ કાયા પર લીલાછમ અંગવસ્ત્રો એવી રીતે લહેરાઈ રહ્યા હતા જાણે વસંતે પોતે પૃથ્વીના રૂપને ઓઢણી ઓઢાડી હોય. મોતી, હીરા અને અસંખ્ય કિંમતી રત્નોથી સજ્જ આભૂષણો તેના દરેક અંગ પર ચમકી રહ્યા હતા, પરંતુ એ ઝગમગાટ પણ તેની આંખોમાં છલકાતા પ્રેમ સામે ફિક્કો લાગતો હતો. સુગંધિત ફૂલોની વેણીઓથી શોભતી પૃથ્વી આજે માત્ર એક નારી નહોતી, એ તો સ્વયં સૃષ્ટિનું દિવ્ય સ્વરૂપ બની ઉભી હતી.આસપાસ પવન ધીમે ધીમે વહેતો હતો. ફૂલોની પાંખડીઓ આકાશમાંથી વરસી રહી હતી અને સમગ્ર પ્રકૃતિ જાણે આ મિલનનો ઉત્સવ ઉજવી રહી હતી. પક્ષીઓના મધુર કલરવ ગુંજી રહ્યો હતો.પૃથ્વીના હાથમાં રહેલી વિજયમાળા માત્ર ફૂલોની માળા નહોતી; એ