નિલક્રિષ્ના - ભાગ 46

પૃથ્વીનાં ગર્ભમાં રહેલ દૈત્ય પુત્રએ દેવી પુત્ર સાથે કટાક્ષો કરી પૃથ્વીનાં ગર્ભમાં જ દબાવી દેવાની કોશિશ શરૂ કરી.દૈત્ય પુત્ર:  "તું શા માટે તારી જાતને છૂપાવે છે? તું તો નિરાકાર છો ? હું દૈત્ય પુત્ર તને ઓળખી ગયો છું, તું તો દેવ છે...! તું આ પૃથ્વીનું રક્ષણ કરવા જન્મ લેવાનો છો. અને હું આ પૃથ્વીનો વિનાશ કરવા માટે બહાર નીકળી રહ્યો છું. હું અત્યારે જ તારો નાશ કરવા માટે સમર્થ યોદ્ધા છું. પરંતુ મેં વિચાર્યું કે, નિર્બળને શું મોત આપવું...! આમ, પણ બહાર નીકળ્યા પછી પણ તું મારું કહીં જ બંગાડી નહીં શકે. તું માનાં ગર્ભમાં તારું રક્ષણ કરી નથી શકતો,