એક છોકરી નામે ચકી

  • 1.7k
  • 526

રાતના લગભગ સાડા દસ થયા હતા. ચકી ક્યારનીય એના આંગણામાં આંટાફેરા મારી રહી હતી. એના પગ જરૂર આગળ પાછળ ફરતા હતા પણ એની આંખો...એની આંખો તો ઘરની સામે દેખાતા થાંભલે જઈને અટકી ગઈ હતી! ચકીના ઘરની સામે આવેલા કાચા રસ્તા પર રાતના અંધારું ફેલાઈ જતું. એ અંધારા સામે બાથ ભીડવા જ પ્રગટ થયો હોય એમ એ રસ્તા પર આવેલ ઊંચા થાંભલા પર એક પીળો ગોળો આખી રાત ચમકી રહેતો. દરિયામાં દુરથી આવતું જહાજ કિનારો શોધી રહ્યું હોય અને દીવાદાંડી પરનો ચમકતો ગોળો જોતા જ જેમ ખલાસીની આંખોને રાહત થઈ જાય એમ ચકીની આંખોને પણ એ થાંભલાને અજવાળે ચાલ્યા આવતા દેખાતા એક