સુદ ૧ આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય પહેલો નૈમિષારણ્યમાં યજ્ઞ અધ્યાય પહેલો •કાંઠા ગોરમાની કથા સંકીર્તન નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઇચ્છાથી ભૃગુ , અગસ્ત્ય , કપિલ , કાત્યાયન , ગૌતમ , કૌશિક , અત્રિ , ગર્ગ , જમદગ્નિ , ભારદ્વાજ , શૌનક , જૈમિનિ , ઉદ્દીલક આદિ અનેક ઋષિ – મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા , તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા , તે સમયે શ્રીવ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા . તેમને જોતાં ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને