સત્યકામ - 19

  • 1

નવપ્રસ્થની અસ્થાયી શાંતિ હવે તૂટવા લાગી હતી. મુખ્યમંત્રી મહેન્દ્ર સાહુની કુટિલ યોજના ધીમે ધીમે પરિણામ આપવા માંડી હતી. નવપ્રસ્થથી શરૂ થયેલી નફરત અને અફવાઓની આગ હવે આસપાસના અન્ય શહેરોમાં ફેલાવા લાગી હતી. વિરાજપુર, અમરવાટી, કિરણગઢ અને રણવિરનગર  આ બધા શહેરોમાં એક જ અગ્નિ સળગી રહ્યો હતો. જે અગ્નિને બુઝાવવાને બદલે મહેન્દ્ર સાહુ પોતે જ હવા આપી રહ્યા હતા.વિરાજપુરમાં એક નાના વિસ્તારમાં અચાનક ધાર્મિક તનાવ વધી ગયો. કોઈ અજાણ્યા અકાઉન્ટ્સે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી કે “સત્યકામના સમર્થકોએ એક પવિત્ર મસ્જિદની નજીક અપમાનજનક પોસ્ટરો લગાવ્યા છે.” આ અફવાએ માત્ર કલાકોમાં જ આગનું સ્વરૂપ લીધું. લોકો રસ્તા પર ઉતરી આવ્યા. બે જુદા