ઓપરેશન બ્લુ વેવ

  • 134

ઓપરેશન બ્લુ વેવલેખક : રૂપેન પટેલલોકેશન: જખૌ બંદર નજીકનું એક નાનું માછીમાર ગામ, કચ્છ, ગુજરાત.સાંજનો સમય હતો. અરબી સમુદ્રના મોજાં કિનારે પછડાતા હતા. IB ઓફિસર કબીર પોતાના લેપટોપ પર સેટેલાઇટ સિગ્નલનું ટ્રેકિંગ કરી રહ્યો હતો. અચાનક તેના મોનિટર પર એક રેડ ડોટ બ્લિંક થવા લાગ્યો.કબીરે તુરંત તેના સાથીદારને ફોન કર્યો, "આપણે જેને મહિનાઓથી શોધી રહ્યા છીએ એ સેટેલાઇટ ફોન એક્ટિવ થયો છે. પણ અજીબ વાત એ છે કે સિગ્નલ કોઈ હાઈ-પ્રોફાઈલ બિલ્ડિંગમાંથી નહીં, પણ એક ઝૂંપડીમાંથી આવે છે!"કબીર વેશ પલટો કરીને લોકેશન પર પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે ૮ વર્ષનો એક છોકરો રેતીમાં બેસીને એક કાળા રંગના હેવી ફોનથી રમી