અર્જુન નો વનવાસ - ભાગ 1

  • 476
  • 118

અર્જુન કોણ હતા ? :અર્જુન મહાભારતના પાંચ પાંડવોમાંનો એક મહાન યોદ્ધા હતો. તે રાજા પાંડુ અને માતા કુંતીનો પુત્ર હતો. અર્જુન ભગવાન ઇન્દ્રનો અંશ માનવામાં આવે છે, તેથી તેને અદભૂત શક્તિ અને ધનુર્વિદ્યામાં પારંગતતા પ્રાપ્ત હતી.અેક સમય ની વાત છે, જ્યારે પાંડવો, દ્રૌપદી સાથે, બુદ્ધિમત્તા અને ન્યાયથી ઇન્દ્રપ્રસ્થનું શાસન કરતા હતા. તેમણે એક બાંઝર ભૂમિને સમૃદ્ધ રાજ્યમાં ફેરવી દીધી. ઇન્દ્રપ્રસ્થની મહારાણી તરીકે દ્રૌપદીએ પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું. તેણે પોતાની સાસુ કુંતીની ખૂબ પ્રેમથી સેવા કરી અને રાજ્યના ભંડાર તથા અન્ન વ્યવસ્થાનું સંચાલન કર્યું. કૃષ્ણ જલ્દી જ પોતાના રાજ્યનું સંચાલન કરવા માટે દ્વારકા પરત ગયા.એક શુભ દિવસે, ઋષિ નારદ ઇન્દ્રપ્રસ્થ