પૃથ્વીએ અનેક વાર કરગરી ને કહેવા છતાં, મહાદેવ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમના વચન અને શ્રાપનું બંધન એવું હતું કે તેમાં કોઈ ફેરફાર શક્ય નહોતો. અંતે નિરાશ હૃદયે પૃથ્વીએ પાતાળલોકનો માર્ગ સ્વીકારી લીધો. પોતાની સંતાનસમાન વનસ્પતિ, વૃક્ષો, નદીઓ, પર્વતો અને અસંખ્ય જીવસૃષ્ટિને પાછળ છોડી, તે હંમેશ માટે વિદાય લેવા નીકળી પડી.પરંતુ માતૃત્વની કરુણા તો દેવતાઓના નિયમોથી પણ વિશાળ હોય છે. મા પાર્વતી માટે પૃથ્વી માત્ર એક સૃષ્ટિ નહોતી; તે તો તેમની પુત્રી સમાન હતી. પૃથ્વીને તેના સંતાનોથી, તેના પ્રેમથી અને તેની સર્જનશક્તિથી સદાકાળ માટે દૂર કરવી એ દેવાનો વિચાર પાર્વતીજીના હૃદયને સ્વીકાર્ય ન હતો. જ્યારે પૃથ્વી સ્વર્ગના અંતિમ પગથિયાં