નિલક્રિષ્ના - ભાગ 48

  • 216
  • 64

સમુદ્રકનું મસ્તક શરમ અને પીડાથી ઝૂકી ગયું. તેની આંખોમાં વર્ષોનો અફસોસ તરવરી રહ્યો હતો. સમુદ્રકઆપવીતી સંભળાવતા આગળ બોલ્યો,"ધરા, આજે એક એવું સત્ય તને કહેવાનો સમય આવી ગયો છે, જે મેં હજારો વર્ષોથી મારા હૃદયમાં દબાવી રાખ્યું છે. આ સત્ય જ મારા દુઃખનું કારણ છે અને આ જ મારા અશાંત આત્માનું ભારણ છે.હજારો વર્ષો પહેલાં જ્યારે આપણે એકબીજાના પ્રેમમાં બંધાયેલા હતા અને આપણે આત્માથી જોડાયેલા એકબીજાથી દૂર રહીને પણ સારી રીતે જીવી રહ્યા હતાં. ને આપણું જીવન સુખ અને આશાથી ભરેલું હતું, ત્યારે પણ દૈત્યોએ આપણા સુખ પર પોતાની કુદૃષ્ટિ નાખી હતી. તેઓ જાણતા હતા કે મારી પાસે દૈવી શક્તિઓ છે