ધબકતું હૃદય અને ખુલ્લું આકાશ

(42)
  • 736
  • 250

સૂર્યપુર ગામની સરકારી પ્રાથમિક શાળામાં આજે નવો જ માહોલ હતો. શાળાના લોકપ્રિય અને વહાલા શિક્ષક, રમણભાઈ નિવૃત્ત થઈ રહ્યા હતા. આખી શાળા ઉદાસ હતી, પણ એક ખૂણામાં ઊભેલો પચ્ચીસ વર્ષનો યુવાન અમન સૌથી વધુ ભાવુક હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ એ જ શાળા હતી જ્યાં વર્ષો પહેલાં અમન એક તોફાની અને ભણવામાં સાવ નબળો વિદ્યાર્થી તરીકે આવતો હતો.વર્ષો પહેલાંની એ વાત અમનના મનમાં તાજી થઈ ગઈ...અમન નાનો હતો ત્યારે ભણવામાં તેનું મન બિલકુલ નહોતું લાગતું. વર્ગના બીજા બાળકો તેની મજાક ઉડા