ભાગ - ૫: પાંચ વાગ્યાનો વિસ્ફોટ અને અંધકારનો ઉદયબરાબર સાંજના ચાર વાગ્યાને પચાસ મિનિટ થઈ હતી. ડ્રોઇંગ રૂમના સેન્ટર ટેબલ પર પડેલી ડિજિટલ ઘડિયાળના આંકડા જાણે કોઈ ટાઇમ બોમ્બની જેમ બદલાઈ રહ્યા હતા. સુમિત છેલ્લા એક કલાકથી સતત કોઇને કોઇને ફોન લગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ સામે છેડેથી કાં તો ફોન સ્વીચ ઓફ આવતો હતો અથવા તો કોઈ જવાબ નહોતું આપતું. કોર્પોરેટ જગતમાં જ્યારે પતનની ગંધ આવે, ત્યારે સૌથી પહેલાં તમારા પોતાના જ વફાદારો સાથ છોડી દેતા હોય છે. સુમિતના કપાળેથી પરસેવાની ધાર ઉતરીને તેના મોંઘા લિનેન શર્ટના કોલરને ભીંજવી રહી હતી.વિદેહિતા એ જ સોફાના ખૂણે અત્યંત પ્રશાંત મુદ્રામાં