પવનમહેલમાંથી બહાર નીકળીને સમુદ્રક અને ધરા સોમનાથ તરફ આગળ વધી રહ્યાં હતાં. સમુદ્રની ગર્જના જાણે પાંચ હજાર વર્ષ જૂની કથાના રહસ્યોને ફરીથી જીવંત કરી રહી હતી. ક્ષિતિજ પર અસ્તાચળે જતો સૂર્ય લોહીતવર્ણ બની ગયો હતો, જાણે વિરમન્યુના રક્તપિપાસુ સ્વભાવની જ સાક્ષી આપી રહ્યો હોય.ધરાએ સમુદ્રક તરફ કરુણાભરી નજરે જોયું અને ધીમા સ્વરે પૂછ્યું,"સ્વામી, વિરમન્યુ અને શિવમન્યુ તો એક જ ગર્ભમાંથી જન્મેલા જુડવા પુત્રો હતાં. તો પછી એમના સ્વભાવમાં આકાશ-પાતાળ જેટલો ભેદ કેવી રીતે સર્જાયો?"સમુદ્રકે ઊંડો નિઃશ્વાસ લીધો. સમુદ્રની લહેરો તરફ જોતા તે બોલ્યો,"પાતાળમાં પહોંચ્યા પછી પણ પૃથ્વી તું પુત્ર વિયોગે તારું મન શાંત થઈ શક્યું નહોતું. મહાદેવના શ્રાપની યાદ તારા