નિલક્રિષ્ના - ભાગ 54

  • 168
  • 52

સમુદ્રના ત્યાંથી નિકળી ગયા બાદ, બાબા આર્દ સમાધિમાંથી ધીમે ધીમે બહાર આવ્યા. તેમની આંખોમાં એક અલૌકિક તેજ ઝળહળતું હતું. સામે ઊભેલી ધરાને જોતા જ તેઓ તરત જ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર અદભુત ભાવવિભોરતા છવાઈ ગઈ.તેમણે બંને હાથ જોડ્યા અને ભક્તિપૂર્વક મસ્તક નમાવ્યું."વંદન છે, હે પૃથ્વી માતા...!"ધરા આશ્ચર્યથી તેમને જોઈ રહી.બાબા આર્દના નેત્રોમાં આંસુઓ ઝબૂકી ઊઠ્યાં."તું મહાન છે, મા...! અનંત યુગોથી સમગ્ર સૃષ્ટિનો ભાર પોતાના હૃદયમાં સમાવીને જીવતી આવી છે. દરેક જીવનું સુખ અને દુઃખ તારા અંતરમાં ધબકે છે. છતાં આજે તારે જ પાતાળમાં જઈને વસવું પડ્યું. આ વિચાર માત્રથી જ મારું હૃદય દ્રવી ઊઠે છે."ધરા