નિલક્રિષ્ના - ભાગ 57

  • 88

અવનિલ ધીમે ધીમે માયાવી જંગલ તરફ આગળ વધવા લાગ્યો. દૂરથી જ એ જંગલ કોઈ જીવંત રાક્ષસની જેમ દેખાતું હતું. આકાશને અડતાં વૃક્ષો, ઘનઘોર અંધકાર અને ચારે બાજુ ફેલાયેલી અજાણી નિઃશબ્દતા એ સ્થળને વધુ ભયાનક બનાવી રહી હતી. થોડીવારમાં તે જંગલના પ્રવેશદ્વાર સમાન વિશાળ વૃક્ષો સુધી પહોંચી ગયો. એક ઊંડો શ્વાસ લઈને તેણે મક્કમ મનોબળ સાથે જંગલમાં પગ મૂક્યો. જેમ જેમ તેનો પ્રથમ પગ જંગલની ધરતી પર પડ્યો, તેમ જ આખું જંગલ જાણે જીવંત થઈ ઊઠ્યું.વિશાળ વૃક્ષો એકસાથે હલવા લાગ્યાં. તેમની ડાળીઓ ભયાનક અવાજ સાથે એકબીજા સાથે અથડાવા લાગી. પાંદડાંમાંથી નીકળતો અવાજ જાણે હજારો આત્માઓ રડી રહ્યા હોય એવો લાગતો હતો.અવનિલે માથું ઊંચું કર્યું.એ