ખોવાયેલો હીરો

  • 312
  • 72

અમદાવાદની એ આછી ગુલાબી સવારે, જ્યારે આખું શહેર હજુ મીઠી ઊંઘમાં પોઢેલું હતું, ત્યારે વાસણા વિસ્તારના એક જૂના, નાના ફ્લેટની એકમાત્ર બારીમાંથી ટેબલ લેમ્પનો ઝાંખો પ્રકાશ બહાર રેલાઈ રહ્યો હતો. ઘડિયાળમાં સવારના ટકોરા સાત વાગ્યાના થયા, પણ એ ઓરડામાં સમય જાણે થંભી ગયો હતો.મીત છેલ્લા ચોવીસ કલાકથી લેપટોપની સ્ક્રીન સામે એકીટશે નજર માંડીને બેઠો હતો. કી-બોર્ડ પર સતત ચાલતી તેની આંગળીઓ અચાનક અટકી ગઈ. લાલ ચોળ થયેલી આંખોમાં ઊંઘનો એક કતરો પણ નહોતો, પણ હા... વર્ષોથી સેવેલા સપનાઓનો આખો મહાસાગર હિલોળા લેતો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધ્રૂજતા હાથે કી-બોર્ડ પર છેલ્લા સાત અક્ષરો ટાઈપ કર્યા—**"THE END"**પાંચ વર્ષ... પૂરા