સમુદ્રક અને એની સેના વિરમન્યુને ઉભો થતો અટકાવવા માટે ઘણી મહાકાય કોશિશ કરી રહ્યા હતાં. વિરમન્યુનું હાડપિંજર જેવું ભયંકર શરીર વિશાળ પથ્થરોમાં બંધાયેલું હતું. એની ખોપરીમાં બે અગ્નિ જેવી આંખો, વિશાળ કાન, તૂટી ગયેલું નાક અને ભયંકર મોઢું સ્પષ્ટ દેખાતું હતું. સમુદ્રક અને એની સેનાએ પ્રથમ વખત એ અડધા સમુદ્ર જેટલું વિશાળ પહાડી શરીર જોયું હતું. એ દૃશ્ય જોઈને સમુદ્રના મહાકાય યોદ્ધાઓ સુધીના હૃદય ધ્રુજી ઉઠ્યા હતાં. કારણ કે એ માત્ર દૈત્ય ન હતો. પરંતુ વિનાશનું જીવંત પ્રતિક હતો.નિલક્રિષ્ના જાણતી હતી કે વિરમન્યુના વિનાશને રોકવા માટે સામાન્ય શક્તિ પૂરતી નથી. સમુદ્રના ગર્ભમાં, વિરમન્યુના વિશાળ શરીરની નીચે એક દિવ્ય અમીનો કુવો