નિલક્રિષ્ના - ભાગ 63

આ તરફ પૃથ્વી પર લાખો લોકોના આંસુઓથી સમુદ્રનું પાણી કંપી ઉઠ્યું હતું. એ જ સમયે દૈત્યરાજ કેતુક મહાદેવની સામે ઉભા હતાં. એની આંખોમાં અહંકાર અને ક્રોધ બંને પ્રગટ થઈ રહ્યા હતાં.દૈત્યરાજ કેતુક બોલ્યાં,“જોવો મહાદેવ. પૃથ્વીની આ હાલત જોઈને તમને દયા નથી આવતી. તમે જે કર્યું હતું. એની સજા હવે મનુષ્યો ભોગવી રહ્યા છે. તમે અગ્નેઅસ્ત્રથી વિરમન્યુનો દેહ બાળી નાખ્યો હતો. જે વિનાશની શરૂઆત તમે કરી હતી. એનો તો હજુ આરંભ થયો છે. જોવો, કેવી ચીસો ગુંજી રહી છે. પૃથ્વીની પ્રજા પોતાના બાળકોને બચાવવા માટે ભટકી રહી છે. હજારો વર્ષોની તમારી મહેનત તમારી નજર સામે જ ભસ્મ થઈ રહી છે.તમે અમારો