હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19

(98)
  • 1.7k
  • 542

" સર, જ્યારે હું સવારે અહીં જાજરૂ કરવા આવ્યો ત્યારે મેં પાણીમાં કંઈ તરતાં જોયું. એટલે હું નજીક ગયો જોવા તો જોયું કોઈની લાશ પાણીમાં તરી રહી છે.. પછી, મેં તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો." ગોડબોલે સાક્ષી સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેના ટીમના કોન્સટેબલે ગોડબોલને લાશનું મોઢું જોવાનું કહ્યું લાશ ફૂલી ગઈ હતી. પણ મોઢું જોઈને ગોડબોલે ચમકી ગયો. કેમકે તેની પાસે જે બે છોકરીઓના ફોટા હતા. તેમાંથી એક છોકરીનો ચહેરો લાશ સાથે મળતો હતો. એક મિનીટ પણ બગાડ્યા વગર લાશને તરત જ પોર્સ્ટમોટમ માટે મોકલી દીધી હતી. તે લાશ રીનાની હતી......................................................................." રાજવી, વાશીની ખાડીમાંથી રીનાની લાશ મળી છે.