હોન્ટેડ 3D

હોન્ટેડ 3D-રાકેશ ઠક્કર         બોલિવૂડમાં હોરર ફિલ્મો બનાવવી અને દર્શકોને સાચે જ ડરાવવા એ હંમેશાં પડકારજનક રહ્યું છે. વિક્રમ ભટ્ટના પ્રોડક્શન હેઠળ અને મિમોહ ચક્રવર્તીના મુખ્ય અભિનય સાથે હોરર થ્રિલર ફિલ્મ ‘હોન્ટેડ 3D’ ના હકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ ફિલ્મમાં 3D સિનેમાનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે થિયેટરમાં ચશ્મા પહેરીને મોટા પડદા પર જોવો ગમે તેવો છે. કેમેરાના કેટલાક એંગલ્સ અને ફ્રેમિંગ 3D ઇફેક્ટને ન્યાય આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત હોરર ફિલ્મોની જાન ગણાતા બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાઉન્ડ ઇફેક્ટ્સ પર સારું કામ થયું છે. થિયેટરના સાઉન્ડ સ્પીકર્સમાંથી આવતા