કૃષ્ણ સદા સહાયતે

  • 322
  • 72

૫૨ વર્ષના રાઘવભાઈ સરકારી વિભાગમાં એક ટોચના ક્લાસ-વન ઓફિસર હતા. તેમની એક સહીથી કરોડોના ટેન્ડર પાસ થતા, પણ છેલ્લા બે મહિનાથી તેમનું શરીર અંદરથી ખોખલું થઈ રહ્યું હતું. શરૂઆતમાં સામાન્ય તાવ અને પેટનો દુખાવો લાગતો હતો, પણ જ્યારે અમદાવાદની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે મેડિકલ રિપોર્ટ્સે હોશ ઉડાવી દીધા.સીટી સ્કેન (CT Scan) અને એન્ડોસ્કોપીના પ્રાથમિક અહેવાલો ભયાનક હતા. ઓન્કોલોજિસ્ટે ફાઇનલ કન્ફર્મેશન માટે બાયોપ્સી (Biopsy) કરાવી, જેમાં "ગૅસ્ટ્રિક એડેનોકાર્સિનોમા" (Gastric Adenocarcinoma) એટલે કે પેટના કેન્સરના થર્ડ સ્ટેજ નું નિદાન થયું. કેન્સરના સેલ્સ લિમ્ફ નોડ્સ સુધી પહોંચી ચૂક્યા હતા. હજી ગઈકાલે જ કીમોથેરાપીનો પહેલો હેવી ડોઝ (Cisplatin અને 5-FU નું કોમ્બિનેશન)