લોહીની સિક્સર

  • 254

અમદાવાદની સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા વોર્ડમાં ૧૦ વર્ષનો આરવ બેઠો હતો. તેની આંખોમાં માસૂમિયત હતી, પણ ચહેરો ફીકો પડી ગયો હતો. આરવ થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારીથી પીડાતો હતો.થેલેસેમિયા એ કોઈ સામાન્ય નબળાઈ નથી, પણ એક ગંભીર આનુવંશિક (જેનેટિક) રક્તવિકાર છે. આ બીમારીમાં શરીર પૂરતા પ્રમાણમાં કે તંદુરસ્ત હિમોગ્લોબિન બનાવી શકતું નથી. આરવના કેસને જાણીતા પેડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ ડો. રાજીવ પટેલ અને સિનિયર મેડિકલ એક્સપર્ટ ડો. રાકેશ પટેલ પોતાની ટીમ સાથે સંભાળી રહ્યા હતા. ડો. રાકેશ પટેલ આરવની બાળપણથી જ કાળજી રાખતા હતા, જ્યારે ડો. રાજીવ પટેલ અને તેમની ટીમ હોસ્પિટલના થેલેસેમિયા વિભાગનું આખું સંચાલન ખૂબ જ સંવેદનશીલતાથી કરતા હતા.આરવ જેવા