જીવનમાં મોટું દુઃખ કોને કહેવાય? પેટ ભરવા ખાવાનું ન મળે, પહેરવા માટે કપડાં ન મળે કે સૂવાનું ન મળે તો તે ખરેખર દુઃખ છે. ટૂંકમાં, જીવનની મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં અને મકાનનો અભાવ હોય તેને ખરું દુઃખ કહેવાય.દુઃખો ત્રણ પ્રકારના હોય છે. દેહના દુઃખ, વાણીના દુઃખ અને મનના દુઃખ. દેહના દુઃખોને ‘કષ્ટ’ પણ કહીએ છીએ. દાઢમાં દુઃખાવો થતો હોય, આંખો દુઃખતી હોય, પેરાલિસીસ થાય તો એ બધા દુઃખોને દેહના દુઃખો કહે છે. પણ કોઈએ અપમાન કર્યું હોય, હૃદય પર ઘા પડે એવા શબ્દો કહ્યા હોય જે પછી ઘણો સમય સુધી ભૂલાય નહીં, તો એ વાણીના દુઃખો કહેવાય છે. જ્યારે ત્રીજા