11 ટાસ્ક્સ - Chapter 1

  • 110

     ત્રીસ વરસની ઉંમર કેટલા વરસો પહેલા પસાર થઈ ગઈ એ યાદ કરવાનો પણ જેને ત્રાસ વરતાય એવા કોઈ કુંવારા યુવાનને આપ કદી મળ્યા છો? એની તકલીફ સમજવાનો પ્રયત્ન કર્યો છે?      આ નવલકથામાં આપનો ભેટો એવા જ એક યુવાન સાથે થવાનો છે. અહીં વાર્તાના નાયક આશુતોષની લગ્ન કરવાની ઇચ્છા નથી એવું નથી, એ તો પરણવા તલપાપડ છે પણ, જેને જોતા જ લગ્ન કરવાની ઇચ્છા જાગી જાય એવી કોઈ લાયક કન્યા એને બિચારાને મળી નથી રહી...    સફળ કારકિર્દી ધરાવતા, લગ્ન-ઇચ્છુક અને મુંબઈ જેવા શહેરમાં એકલા રહેતા આશુતોષને રાત્રે દોઢ વાગ્યે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. આશુતોષ