“હેય આશુતોષ...ગુડ મોર્નિંગ!ખરો છે તું પણ, કંઈક જવાબ તો આપ. રાતના એટલું તો કેટલું કામ કરે છે કે પલંગ સુધી પણ લાંબો નથી થઈ શકતો?ચાલ, હવે ઊભો થઈને ફ્રેશ થઈ જા.”સવારે એલાર્મના અવાજે આંખ ખુલતા જ એણે માથું ઊંચું કરી અલાર્મ બંધ કર્યું. ફરી આંખો બંધ થઈ. એ થોડો સીધો થયો ને પાછળની બાજુ નમ્યો. ખુરશી પર પીંઠ અઢેલી એ પાછો ઢળી પડ્યો. લગભગ દસેક મિનિટ એમ જ પડ્યા રહ્યા બાદ એ ઊભો થયો. મોબાઈલ હાથમાં લઈ બેટરી તપાસી. હજી પચીસ ટકા બાકી બચી હતી. એણે ફોનનું નેટ ઓન કર્યું. એક સામટા ઘણા બધા મેસેજિસનું નોટિફિકેશન આવ્યું. એણે બાકીના બધા