“હેય આશુતોષ...તારું આજનું કામ: આજે તારે કોઈક સાથે બબાલ કરી એને એક ધોલ મારવાની છે.તું જો આ કામ કરી લઈશ તો હું તને એક મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ.”આજે રવિવાર હતો એટલે આશુતોષ મોડે સુધી સુવાના મૂડમાં હતો. લાવણ્યાના મેસેજનું નોટિફિકેશન સંભળાતા જ એણે ઉંઘરેટી આંખે ફોન હાથમાં લીધો હતો અને મેસેજ વાંચતા જ એ હસી પડ્યો હતો. એણે સામો જવાબ આપતા લખ્યું,“અરે પણ આ કેવું કામ છે? હું એવું શા માટે કરું અને હું કોને જઈને મારું?”તરત જ સામેથી જવાબ આવ્યો,“એકદમ મજાનું ને મસ્ત કામ છે. આવું શા માટે કરવું જોઈએ એ તો કામ કર્યા બાદ જ તને સમજાશે. છેલ્લા થોડાક