“હેય આશુતોષ...તારું આજનું કામ: ઓછામાં ઓછા દસ માણસોને તું ગાળ બોલીશ!જૂના મિત્રો, ઓફિસમાં કામ કરનાર, તારી બિલ્ડિંગના માણસો, કોઈ પણ જાણીતી કે અજાણી વ્યક્તિને હળવીથી લઈને ભારેમાં ભારે ગાળ તારે બોલવાની છે.”આજ સવારે આશુતોષ થોડો મોડો ઉઠ્યો હતો. ગઈ રાત્રે એનું મન એટલું ઉત્તેજિત હતું કે મોડે સુધી એને ઊંઘ જ નહોતી આવી. છેક સવારે ત્રણ વાગ્યા બાદ એની આંખો મીંચાઈ હતી. અલાર્મ વાગતા જ એ ઊઠી ગયો હતો ને એ બંધ કરી ફરી પાછો સૂઈ ગયો હતો. આંખ ખુલી ત્યારે ધ્યાન ગયું હતું કે પોતે રોજ કરતા વીસ મિનિટ મોડો હતો.એ ઝડપથી બાથરૂમમાં ઘૂસ્યો હતો. બ્રશ કરી, નહાઈને એ