11 ટાસ્ક્સ - Chapter 10

  • 302
  • 98

“હેય આશુતોષ...હું કોણ છું? હું નિર્ઝર છું.નિર્ઝર એટલે ખળખળ વહેતું પ્રેરણાનું ઝરણુંતને ફસાવવા માટે હું જો કોઈ સ્કેમ કરી રહી હોઉં તો તારી પાસેથી ગિફ્ટ, રૂપિયા ઉઘરાવું, તને સામેથી એ હું આપું નહીં.ઠીક છે ચાલ જવા દે એ બધું અને કહે કે હવે તું કેમ છે? ઓલ ઓકે?”આશુતોષ ભર ઊંઘમાં હતો છતાં મેસેજ આવ્યાનું નોટિફિકેશન સાંભળતા જ એ જાગી ગયો હતો. એણે ઊંધા પડ્યા પડ્યા જ હાથ લંબાવી ફોન લીધો હતો અને એમાં આવેલ મેસેજીસ વાંચ્યા હતા.“ના. હું બિલકુલ ઠીક નથી. હું મરી ગયો છું. ગઈ કાલે રાત્રે કોઈકે અત્યંત ઘાતકી રીતે મારું મર્ડર કરી નાખ્યું છે અને હવેથી તું