11 ટાસ્ક્સ - Chapter 11

  • 250
  • 100

આશુતોષ કોઈ જ હેતુ વગર ફોન હાથમાં લઈ બેઠો હતો. રીલ્સ જોઈ સમય પસાર કરી રહ્યો હતો. એણે વોટ્સેપ ચેક કર્યું. સાત આઠ મેસેજિસ વચ્ચે એની નજર એક ખાસ નામ પર અટકી હતી. ચિટર ચુડેલ નામ જોતા જ એણે મેસેજ ખોલ્યો.મારી કહાની!તને થશે કે આ પણ કેવી પાગલ છોકરી છે, કોઈક એના ઇન્ટ્રોમાં એનું નામ, ભણતર, એના કેરિયર વિશે વાત કરે. વધારેમાં, થોડુંક ફેમિલી બેકગ્રાઉન્ડ, એના શોખ, પોતાના ગમાઅણગમા વિશે જણાવે જ્યારે હું..., હું તો અહીં મારો આખો ભૂતકાળ લખવા બેસી ગઈ.ખરું કહું તો મારે આ ક્યારનુંય લખવું હતું. જે જિંદગી હું જીવી છું એને વિશે કોઈક સાથે વાત કરવી