નિર્ઝર: ખળખળ વહેતું પ્રેરણાનું ઝરણું.હવે તને સમજાઈ ગયું હશે કે હું કેમ આ નામે જ ઓળખાવા ઇચ્છું છું.તારા વિશે હું બધું કેવી રીતે જાણું છું?વેલ, આ સવાલનો જવાબ તારી સોશ્યલ મીડિયા પર મુકાયેલી હજારો પોસ્ટ્સ છે. તને કદાચ ખ્યાલ નથી પણ તું જ્યારે ઉદાસ હોય ત્યારે સોશ્યલ મીડિયા પર લખે છે. તારા એ નાનકડા લખાણમાં તારા જ વાસ્તવિક જીવનનો એક સૂક્ષ્મઅંશ હોય છે. હું એ સૂક્ષ્મઅંશને વાંચી શકું છું. એના પરથી આગળપાછળની આખી વાર્તા વિચારી શકું છું. તે તારા જીવનની આખી કહાની નાના નાના ટુકડામાં ફેસબુક પર લખી છે અને મેં એ વાંચી છે. એ વાંચતા જ મને થયું હતું