Version:1.0 StartHTML:0000000156 EndHTML:0000219929 StartFragment:0000000469 EndFragment:0000219921“ઓકે. થૅન્ક યુ.“ આશુતોષ ફ્લેટમાં એકલો પડ્યો એટલે એને નિરાંત થઈ. એણે આખા ફ્લેટમાં એક ચક્કર માર્યું. ફ્લેટનો એક એક ખૂણો સાફ અને વ્યવસ્થિત હતો! દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાઈને મુકેલી હતી. એના પલંગની ચાદર અને તકિયાના કવર સુધ્ધા બદલાઈને નવા નંખાયેલા હતા. એનું ધ્યાન ગયું કે બેડ પરની ચાદર નવી હતી, પોતે એ ખરીદી નહોતી તો પછી એ આવી ક્યાંથી? એણે રસોડામાં નજર કરી. પ્લેટફોર્મ પર વાસણ ગોઠવવાનું નવું સ્ટેન્ડ મુકાયેલું હતું ને એમાં એક સુંદર ડિનર સેટ ગોઠવાયેલો હતો. કબાટમાં નાના–મોટા નવા ડબ્બા આવી ગયા હતા ને એ દરેકમાં રસોઈને લગતી વિવિધ વસ્તુઓ ભરેલી પડી હતી.