11 ટાસ્ક્સ - Chapter 23

આશુતોષે લોકર ફરી લોક કર્યું. બે વાર ખેંચીને જોઈ લીધું કે એ ખુલ્લું નથી અને પછી લોકરની ચાવીને કપડાની બે થપ્પીની વચ્ચે છુપાવીને મૂકી દીધી. એ હવે ઓફિસ જવા તૈયાર હતો.આજે એને ઓફીસ પહોંચતા ઘણું મોડું થયું હતું. સાંજે વહેલા નીકળવું હવે શક્ય નહોતું. આમેય એની ખાસ ઇચ્છા પણ નહોતી. એ કામમાં ડૂબી ગયો. બપોરે એનું ટિફિન આવી ગયું હતું. ઓફિસનો પટાવાળો મહેન્દ્ર ટિફિન આપવા એની કેબિનમાં આવ્યો ત્યારે એ ટિફિન મૂકીને બહાર નીકળી જવાને બદલે ટેબલને સામે છેડે ઊભો રહી ગયો હતો. આશુતોષની એ તરફ નજર જતા એણે પૂછ્યું,“શું થયું? કંઈ કહેવાનું છે?"“સાહેબ આ જે છોકરી તમારું ટિફિન આપવા