11 ટાસ્ક્સ - Chapter 25

  • 160
  • 1
  • 68

“સમજી ગયો મારા સાહેબ. આજે એ કામ થઈ જશે. લંચ બ્રેક પૂરો થાય એટલે હું આવીને તમને રિપોર્ટ આપીશ." લંચ બ્રેક સમયે પોતે શું કરવાનું છે એ નક્કી કરી મહેન્દ્રએ કહ્યું.“ચાલ હવે તું જા ને મને મારું કામ કરવા દે."આશુતોષે એનો ફોન હાથમાં લીધો. કોઈ નવો મેસેજ નહોતો આવ્યો. કંઈક વિચારીને એણે નિર્ઝરને મેસેજ મોકલ્યો.“તારી બ્યૂટીકેર વાળી વાત મને પસંદ આવી. રુચિને કહી આવતી કાલે બપોરનો સ્લોટ બુક કરાવી દે. સાંજે દોદોહીને મળતા પહેલા હું એ બધું કરાવવા ઈચ્છું છું.”બીજી જ ક્ષણે સામેથી મેસેજ આવ્યો.“તે ખૂબ સરસ નિર્ણય લીધો છે. હું એને સમર્થન આપું છું. હું પોતે જ તારું બુકિંગ