ખરાબ દિવસો અને ડર!આપણા જીવનમાં બે પ્રકારના દિવસોને આપણે મહત્વ આપતા હોઈ છીએ, એક સારા દિવસો અને બીજા ખરાબ દિવસો. સારા દિવસોમાં તો આપણે મજાથી રહીએ છીએ પરંતુ ખરાબ દિવસો જ્યારે આવે છે ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ અને અંદરથી ડરી જઈએ છીએ. આ ડરના કારણે જે એ ખરાબ દિવસોની સાથે કે વચ્ચે એકાદ સારો દિવસ આવે છે તો પણ આપણે એનો આનંદ લઈ શકતા નથી. આપણા જીવનમાં આવતા આ ખરાબ દિવસો આપણને અંદથી એટલા તોડી નાખે છે કે આપણે એનાથી ડરવા લાગીએ છીએ અને આવા દિવસો આપણા જીવનમાં ના આવે એ ડર સાથે આપણે જીવીએ છીએ, સાથે બીજી