લાલો 2 - પ્રકરણ 1

  • 208
  • 58

ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયેલી મુલાકાત પછી લાલો જૂનાગઢ છોડીને દ્વારિકામાં પોતાના પરિવાર સાથે વસી ગયો. પોતાના ભગવાનના ચરણોની નજીક અને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં. અહી એકદમ શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં જીવન વિતાવી રહ્યો હતો. હવે પછીની તેની જીંદગી એકદમ કૃષ્ણમય બની ગઈ હતી. ઉઠતા-બેસતા સૂતા-જાગતા તે બસ શ્રી કૃષ્ણના ગુણગાન ગાય. ઘણીવાર શ્રી કૃષ્ણ લાલભાઈના ઘરે આવીને તેમની સાથે મસ્તી કરતા. ભગવાન પણ પોતાના પ્રિય ભક્ત અને પ્રિય મિત્ર એવા લાલાને લાલભાઈ લાલભાઈ કહેતા નહોતા થાકતા. દ્વારિકાના દરિયાના મોજાની જેમ જ લાલાની અને ભગવાન શ્રી કૃષ્ણની મિત્રતા અને ભક્તિભાવમાં રોજેરોજ વધારો અને ભરતી થતી રહેતી. પણ કહેવાય છે