છાંયો - 4 - પંદર વર્ષ પહેલાની રાત

  • 84

પંદર વર્ષ પહેલા… અમદાવાદ શહેર એટલું મોટું અને વ્યસ્ત નહોતું જેટલું આજે છે.શહેરની બહારના રસ્તાઓ પર રાત્રે શાંતિ છવાઈ જતી. તે રાત્રે પણ આવું જ હતું. આકાશમાં હળવો પવન વહેતો હતો અને રસ્તા પર થોડું ધુમ્મસ હતું.સ્ટ્રીટલાઇટનો પીળો પ્રકાશ ધીમે ધીમે રસ્તા પર ફેલાઈ રહ્યો હતો. રસ્તાની બાજુમાં એક નાનું પરિવાર ચાલતું હતું. પિતા – રમેશમાતા – સવિતાઅને બે બાળકો. છોકરો – આદિત્ય  દીકરી – પૂજા  આ ચારેય લોકો શહેરમાંથી પોતાના ઘેર જઈ રહ્યા હતા. રમેશ એક સામાન્ય માણસ હતો.તે એક બિલ્ડીંગ માં મજૂરી કામ કરતો હતો. તેનું જીવન સરળ હતું. થોડું કમાતો, પરંતુ પરિવાર સાથે ખુશ રહેતો. તે રાત્રે પણ તેઓ શહેરમાં ખરીદી કરવા