લાલો 2 - પ્રકરણ 3

  • 226
  • 72

શ્યામ હજુ પણ ભગવાન શ્રી કૃષ્ણ સામે એક નાના બાળકની જેમ આંખોમાં આંસુ લઈને હસતા મુખે ઊભો હતો.પરંતુ અચાનક… તેના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે અટકી ગયું.કારણ કે પહેલીવાર તેને કંઈક અજુગતું દેખાયું હતું.ભગવાન શ્રી કૃષ્ણ હસતા તો હતા…તેમના ચહેરા પર એ જ મનમોહક શાંતિ પણ હતી…પરંતુ તેમ છતાં… તેમની આંખોની અંદર ક્યાંક એક અજાણી ચિંતા છુપાયેલી હતી.એવી ચિંતા… જાણે તેઓ આખી દુનિયાથી છુપાવી રહ્યા હોય.શ્યામ થોડીવાર શાંતિથી તેમને જોતો રહ્યો.પછી ધીમેથી બોલ્યો —“પ્રભુ…?”“હું?”“તમે મારી સામે ખોટું હસી રહ્યા છો.”ભગવાન શ્રી કૃષ્ણ થોડા આશ્ચર્યથી મલકાયા.“અરે… તું પણ એકદમ તારા પિતા જેવો જ નિર્દોષ છે, શ્યામ.પરંતુ એ મૂર્ખે તો ક્યારેય મારો