લાલો 2 - પ્રકરણ 9

  • 226
  • 72

દૂર અંધકારથી ઘેરાયેલા પહાડોની વચ્ચે આવેલી વિશાળ ગુફામાંથી અચાનક લીલો પ્રકાશ આકાશ ચીરીને બહાર ફાટી નીકળ્યો.અને એ પ્રકાશ સાથે જ…ફરી એ જ ભયાનક હાસ્ય ગુંજી ઊઠ્યું —“ખખખખખખ…”“આ જાદુગર ક્યાં રહે છે?” શ્યામે ગુસ્સામાં પૂછ્યું.  ભગવાને દૂર ડુંગરોની વચ્ચે દેખાતી કાળી ગુફાઓ તરફ આંગળી ચીંધી.  “ઓસ્ટ્રોમસના પશ્ચિમ ભાગમાં ‘અંધકાર ગુફા’ છે. ત્યાં સદીઓથી એ જાદુગર રહે છે. કોઈને તેનું સાચું નામ ખબર નથી. બધા તેને માત્ર ‘આત્મભક્ષક’ કહે છે.”  “પણ તે બાળકો સાથે શું કરે છે?”  ભગવાનની આંખોમાં ગુસ્સો દેખાયો.  “આત્મારસ બનાવવા માટે જીવંત વ્યક્તિની આત્માને ધીમે ધીમે શરીરમાંથી ખેંચવી પડે છે. એ પ્રક્રિયા અત્યંત પીડાદાયક હોય છે. બાળક દિવસો સુધી ચીસો પાડતું રહે… અને અંતે