અધૂરી રસીદ

  • 528
  • 142

ગામના બસ સ્ટેન્ડની બાજુમાં એક નાનકડી ચાની લારી હતી. છેલ્લા પચ્ચીસ વર્ષથી એ લારી ચલાવતા હતા વૃદ્ધ ગિરધર કાકા. પત્નીનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું અને પોતાનું કોઈ સંતાન નહોતું. દિવસભર ચા બનાવતા, સાંજે મંદિર જઈ ભગવાનને પ્રણામ કરતા અને પછી એકલા જ પોતાની નાની ઓરડીમાં સૂઈ જતા.ગામના લોકો રોજ તેમની લારી પર આવતા, ચા પીતા અને ચાલ્યા જતા. કેટલાક પૈસા આપતા, કેટલાક ઉધાર રાખતા. ગિરધર કાકા ક્યારેય કોઈ પાસે ઉઘરાણી કરતા નહીં. લોકો કહેતા, "કાકા બહુ ભોળા છે. દુનિયાની સમજ જ નથી."એક દિવસ શહેરમાંથી એક ગરીબ યુવાન ગામમાં આવ્યો. નોકરી શોધતો હતો. ત્રણ દિવસથી પેટ ભર્યું જમ્યો નહોતો.