MATRIX KEY? (માયા ની ચાવી?)

  • 112

લેખકની નોંધ---------------------------------------------------------------આ પુસ્તક દરેક એવા માનવીને સમર્પિત છે, જેણે ક્યારેય પોતાના મનમાં પ્રશ્ન પૂછ્યો હોય—"હું કોણ છું?"આજે મોટાભાગના લોકો એક મશીનની જેમ જીવન જીવે છે. તેઓ પોતાની આદતો, ઇચ્છાઓ, ભય અને સમાજ દ્વારા બનાવવામાં આવેલી માન્યતાઓ અનુસાર જીવતા રહે છે, પરંતુ પોતાના સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી. તેઓ પોતાને મન અને શરીર સાથે જોડી દે છે અને પોતાની અંદર રહેલી શુદ્ધ ચેતનાને ભૂલી જાય છે.આધુનિક ભૌતિક દુનિયા આપણને સુખ-સુવિધા, મનોરંજન અને સફળતા તો આપે છે, પરંતુ તેની સાથે ચિંતા, તણાવ, સરખામણી, અસંતોષ અને અનંત ઇચ્છાઓના જાળમાં પણ ફસાવી દે છે. પરિણામે, મુક્તિ તરફ આગળ વધવાને બદલે આપણે માયાના મેટ્રિક્સમાં વધુ