બેન તમે ક્યાં છો?

  • 154

પાટી, પેન, ચોપડીઓ થી ખીચોખીચ ભરેલું દફતર ઉપાડનાર નાના પગ હવે નિશાળ ભણી દોટ મૂકશે, એ નાના પગલાંઓમાં પરાપૂર્વેથી ચાલી આવતી અધ્યયન પદ્ધતિમાં મારા તમારા જેવાં કંઇ કેટલાંયના પગલાંની છાપ છે ને રહેવાની. નિશાળએ જીવતરને તારવાની ને બાળકમાં જીવ રેડવાની બહુ મોટી ઘટના ગણાવી શકાય. આજે અનેક આયોજન ને યોજનાઓના કારણે એનું રૂપ પરિવર્તિત થયાં કરે છે, પણ એના ઉમદા શિક્ષકો થકી શાળા આજેય બાળકની મનોભૂમિ પર અમીટ છાપ છોડી જાય છે. મોટાં થઈ ગયાં પછી પણ કોઈ નાનું દફતર આપી નિશાળ જવા દે તો કેવી મજા પડે ને!               પ્રાથમિક શિક્ષણ દરમિયાન અનેક શિક્ષકોના હાથ