લાલો 2 - પ્રકરણ 16

  • 382
  • 160

થોડા સમય પછી તેઓ એક વિશાળ ગુફા પાસે આવી પહોંચ્યા.તે ગુફાનું પ્રવેશદ્વાર કોઈ વિશાળ સાપના ખુલ્લા મોઢા જેવું બનાવેલું હતું.બંને બાજુ ભયંકર રાક્ષસોની વિશાળ મૂર્તિઓ ઉભી હતી.અને ત્યાં અચાનક જ…એક નાનકડો પરંતુ અત્યંત ભયાનક રાક્ષસ તેમની સામે પ્રગટ થયો.તેના શરીરની બંને બાજુ ચહેરા હતા.એક આગળ… અને એક પાછળ.તે બંને દિશામાં દોડી શકતો હતો.તેના ચારેય હાથમાં તલવારો હતી.દૂરથી જોતા એવું લાગતું હતું જાણે બે ટિંગુ રાક્ષસોને એકબીજાની પીઠ સાથે જોડી દીધા હોય.પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને તે તરત જ નમી ગયો.તેણે પ્રણામ કરીને ગુફાનો વિશાળ દરવાજો ખોલી આપ્યો.અને પછી…શ્યામ અને ભગવાન કોઈ પણ રોકટોક વગર પાતાળની અંદર પ્રવેશી ગયા.ગુફાની અંદર પ્રવેશતા