જે પ્રાણીનો માત્ર શ્વાસ લેવાનો અવાજ જ એટલો ભયાનક હોય… તે પોતે કેટલું ખતરનાક હશે?તેઓ જેમ જેમ આગળ વધતા ગયા તેમ અવાજ અને દુર્ગંધ બંને વધારે તીવ્ર બનતા ગયા. શ્યામનો ડર પણ વધતો જતો હતો. છતાં તેની સાથે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે એ વિચાર તેને થોડી હિંમત આપતો હતો.થોડું આગળ જઈ તેઓ એક વિશાળ ખડક જેવી જગ્યાએ આવી ઊભા રહ્યા. ત્યાં એક બાજુ અઢળક હાડપિંજર અને અડધા ખવાયેલા મનુષ્યો તથા પ્રાણીઓના મૃતદેહો પડેલા હતા. ત્યાંથી આવતી દુર્ગંધ હવે અસહ્ય બની ગઈ હતી.એનાથી થોડે દૂર એક નાની ગુફામાંથી જ એ ભયંકર શ્વાસનો અવાજ આવી રહ્યો હતો.ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ સામે જોઈને હસ્યા.“લાલભાઈ,