લાલો 2 - પ્રકરણ 19

આશ્રમના બધા લોકો બહાર દોડી આવ્યા. દૂર ગામ તરફ આગની જ્વાળાઓ ઊઠતી દેખાઈ રહી હતી.  "વિનિધન ગામ..!" માયા ગભરાઈ ગઈ.  સૂર્યન્તકે તરત જ પોતાનું ધનુષ ઉપાડ્યું અને જંગલની બહાર દોડ્યો. માયા પણ તેની પાછળ ભાગી.  ગામમાં પહોંચતા જ બંનેની આંખો ફાટી ગઈ.  હવામાં ધુમાડો, બળતા લાકડાં અને માનવીય ચીસો ભળી જઈને જાણે નર્કનું દ્રશ્ય ઉભું કરી રહ્યા હતા. આખું ગામ સળગી રહ્યું હતું. ગામની વચ્ચે રાજા વૃષભરાજના સૈનિકો ઉભા હતા.  એક સૈનિક જોરથી બરાડ્યો,"સૂર્યન્તક..! જો તું પોતાની જાતે રાજા સમક્ષ હાજર નહિ થાય તો આખું ગામ બાળી નાખવામાં આવશે."માયાની આંખોમાં આંસુ આવી ગયા. "આ લોકોનો શું વાંક..? આ બધું મારા કારણે થઈ રહ્યું છે..."સૂર્યન્તકનો ચહેરો