"શું વિચારી રહી છે બેટા? ""હં... કંઈ નહીં પપ્પા, બસ એમ જ હું તો... ""બહુ મગજ પર જોર નહીં આપવાનું બેટા.. હું છું હજુ, તારે કોઈ ચિંતાની જરૂર નથી. તમારી ઉંમર હજુ બધું સમજી શકવા માટે સક્ષમ નથી હોતી.. માઇન્ડ પર પ્રેશર આપવાથી આવી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.. ""હું સમજું છું પપ્પા. અને તમે છો એટલે જ મને કોઈ ચિંતા નથી. પણ તમને નથી લાગતું આજની જનરેશન બહુ જ ફાસ્ટ છે! એમનું મગજ બહુ જ ડેવલોપ થયેલું હોય છે. નાનામાં નાની વસ્તુ અને તેની બારીકાઈને સમજી શકવા માટે આજના સમયના પાંચ વર્ષના બાળકનું મગજ ૨૫ વર્ષના માણસ