ધારાવાહિક:- દિન વિશેષતાદિન:- વિશ્વ ફોટોગ્રાફી દિવસમાહિતિ આપનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક જૂનો ફોટો એ માત્ર પીળો પડી ગયેલો કાગળ નથી કે જેનાં પર કેટલીક વ્યક્તિઓ દેખાય છે, એ તો અઢળક યાદોનો ભંડાર છે. માત્ર એક નાનકડો જૂનો ફોટો તમને હસાવવાની તેમજ રડાવવાની તાકાત રાખે છે. કોઈક જૂનો ફોટો તમને જબરદસ્ત ગુસ્સો અપાવી જશે તો કોઈક તમને લાગણીથી ભીંજવી જશે. ફોટા ભલે જૂનાં થાય, એ ફોટા સાથે સંકળાયેલી યાદો જીવનભર તાજી જ રહે છે. કદાચ આ જ કારણથી દરેક વ્યક્તિ પોતાનાં જીવનનાં ખાસ દિવસોની સ્મૃતિ રાખવા એ દિવસે ફોટા પડાવવા ઉત્સુક હોય છે.આ દિવસ ફોટોગ્રાફીની કલા, ઇતિહાસ અને ફોટોગ્રાફર્સના પ્રદાનને યાદ કરવા