સસ્તું અને મોંગા નું મૂલ્ય પાંચ રૂપિયાનું ફૂલદાન તૂટ્યું ત્યારે માણસ હસ્યો, ત્રણસોનું તૂટ્યું ત્યારે તેનું હૃદય તૂટી ગયું—અને એ જ ક્ષણે તેને પોતાની વિધાયક દૃષ્ટિનું મૂલ્ય સમજાયું. એક ચતુર દુકાનદારે ફૂલદાન વેચ્યું નહીં, પરંતુ ફૂટપાથ પર જ એક માણસની આંખો ખોલી નાખી—આખરે કોણ કોને વેચી ગયું, એ જાણવા વાર્તા વાંચવી જ પડશે!શહેરના એક ગીચ બજારમાં ફૂટપાથની બંને બાજુ નાની-મોટી દુકાનો સજાયેલી હતી. ક્યાંક રમકડાં લટકતાં હતાં, ક્યાંક ચમકતાં વાસણો ગોઠવાયેલા હતાં અને ક્યાંક ઘર સજાવવાની રંગબેરંગી ચીજવસ્તુઓ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી રહી હતી. બપોરનો સમય હોવા છતાં બજારમાં ભારે ભીડ હતી. વેપારીઓ ગ્રાહકોને બોલાવી રહ્યા હતા અને ગ્રાહકો પણ