દર્શન જ્યાં સુધી પરમાત્મા મેળવવાની તાલાવેલી ડૂબતા માણસના શ્વાસ જેટલી તીવ્ર નથી હોતી, ત્યાં સુધી પ્રભુનો સાક્ષાત્કાર અશક્ય છે; આ વાર્તા હૃદયના સાચા આર્તનાદની દિવ્ય સફર કરાવે છે. કહેવાય છે કે સંતના પગલાં જ્યાં પડે ત્યાં તે જગ્યા તીર્થ બની જાય છે. એક વખત ની વાત છે. એક વિદ્વાન અને સિદ્ધ પંડિતજી હતા. તેમની ખ્યાતિ ચોમેર પ્રસરેલી હતી. લોકમુખે એવી ચર્ચા થતી કે પંડિતજીને પ્રભુના સાક્ષાત દર્શન થાય છે, તેઓ પરમાત્મા સાથે સીધો સંવાદ સાધે છે. પરંતુ પંડિતજી તો અનાસક્ત, 'વહેતું પાણી ને રમતો (ચાલતો) જોગી'. ભ્રમણ કરતાં કરતાં એકવાર પંડિતજીનો પડાવ એક સમૃદ્ધ ગામના પાદરે, નદી કિનારે નખાયો.