ઓનોડાની વીરગાથા

  • 980
  • 260

આ વીરગાથા વાંચતા જ તમને અનુભવાશે કે દેશભક્તિ અને કર્તવ્યના પાલનમાં એક વ્યક્તિ કેવી રીતે ઈતિહાસ બદલી શકે છે અને કેવી રીતે ૩૦ વર્ષનો એકાંત પણ એક પળ જેવો લાગી શકે છે! ત્રણ દાયકાની અંધારી ગુફામાં જેણે ફક્ત એક આદેશને ધ્યેય બનાવીને જીવ્યા, એ અવિચલ સૈનિકની ગાથા એટલે 'હીરો ઓનોડા'—જેમણે અજાણતા જંગલને રણમેદાન અને સમયને રોકી રાખ્યો હતો. ફિલિપાઈન્સના લુબાંગ ટાપુના ગીચ જંગલો. જ્યાં માનવીનું પગલું પડવું પણ દુર્લભ હતું, ત્યાં એક વ્યક્તિ ત્રણ દાયકા સુધી કાળના ગર્ભમાં જીવંત સમાધિ લઈને બેઠી હતી. નામ હતું—હીરો ઓનોડા. એક જાપાની સૈનિક, જેની માટે યુદ્ધ તો પૂરું થયું હતું, પણ તેનું કર્તવ્ય પૂરું